મૂળાક્ષરો પછી બાળકો માટે માત્રા વાળા અક્ષરો શીખવા જરૂરી બની જાય છે, જેમાં તેમની મદદ અમારા દ્વાર તૈયાર કરવામાં આવેલ ગુજરાતી માત્રા વર્કશીટ (Gujarati Matra Worksheet) ખુબ જ ઉપીયોગી બનશે. સામાન્ય રીતે સ્વર ની માત્ર વ્યંજન સાથે મળવાથી અલગ અલગ વર્ણ બને છે, જે અલગ અલગ અવાજ સાથે મળે છે.
સામાન્ય ભાષામાં તમે આવા વર્ણો ને બારાખડી તરીકે પણ ઓળખો છો. જેમા ક થી જ્ઞ સુધીના વ્યંજન સાથે અલગ અલગ સ્વરની માત્રા જોડવાથી ક, કા, કિ, કી, કુ, કૂ જેવા ઘણા વર્ણો બને છે.
Gujarati Matra Worksheet With Answer and PDF For KG, Class 1 and Class 2 (ગુજરાતી માત્રા વર્કશીટ અને પીડીએફ)
ગુજરાતી મૂળાક્ષરો માં મુખ્ય 12 વ્યંજન છે, જેની માત્રા નીચે દર્શાવવામાં આવેલ છે. આ સિવાય વર્કશીટ માં માત્રાઓ નો ચાર્ટ અને અલગ અલગ મજેદાર પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, જેમાં બાળકોને ખુબ જ મજા આવશે.
માત્રા : ्, ા, િ, ી, ુ, ૂ, ે, ૈ, ો, ૌ, ં, ઃ
Gujarati Kakko Chart (ગુજરાતી કક્કા નો ચાર્ટ)
ગુજરાતી કક્કા નો ચાર્ટ બાળકોને દરેક અક્ષર રંગીન ચિત્રો સાથે ઓળખવામાં મદદ કરે છે. ચિત્ર સાથે મૂળાક્ષરો યાદ રાખવાથી લખાણની પ્રેક્ટિસ પણ સરળ થઈ જાય છે અને બાળકોને રસ પણ રહે છે.

Gujarati Matra Chart (માત્રા ચાર્ટ)
માત્રા ચાર્ટમાં દર્શાવાયું છે કે કેવી રીતે સ્વર અને વ્યંજન સાથે મળી શકાય ત્યારે નવી માત્રાઓ બનાવાય છે. આ ચાર્ટથી બાળકોને માત્રાનો ક્રમ અને શાબ્દિક જોડાણ સમજી શકાય છે, જે આગળ જઈને શબ્દો લખવામાં મદદ કરે છે.

No | સ્વર | માત્રા | માત્રા થી બનેલ અક્ષર |
1 | અ | ् | ક |
2 | આ | ા | કા |
3 | ઇ | િ | કિ |
4 | ઈ | ી | કી |
5 | ઉ | ુ | કુ |
6 | ઊ | ૂ | કૂ |
7 | એ | ે | કે |
8 | ઐ | ૈ | કૈ |
9 | ઓ | ો | કો |
10 | ઔ | ૌ | કૌ |
11 | અં | ં | કં |
12 | અઃ | ઃ | કઃ |
Gujarati Matra Worksheet Practice Set (ગુજરાતી માત્રા વર્કશીટ પ્રેક્ટિસ સેટ)
આ પ્રેક્ટિસ સેટમાં અલગ અલગ એક્ટિવિટી વર્કશીટ્સ સામેલ છે જેમ કે ચિત્ર જોઈને શબ્દ લખવું, સાચા શબ્દ સાથે ચિત્ર મેટ કરવું, અક્ષરો જોડીને શબ્દ બનાવવું અને ખાલી જગ્યા ભરવાની એક્ટિવિટી. આથી KG, Class 1 અને Class 2ના બાળકો માટે માત્રાનો અભ્યાસ મજેદાર બની જાય છે.













વર્કશીટના જવાબ (Answers)
ઉપર બતાવેલી બધી worksheets ના સાચા જવાબો અહીં આપવામાં આવ્યા છે જેથી માતા-પિતા અને શિક્ષકો આસાનીથી બાળકોની પ્રેક્ટિસ ચેક કરી શકે અને જરૂરી સુધારો પણ કરી શકે.
Worksheet 1
(1) કમળ (2) કલમ (3) મગર (4) બળદ (5) ઘર (6) કળશ (7) બતક (8) હવન (9) વડ (10) હરણ (11) ઈયળ (12) ગગન (13) બટન (14) ખડક (15) લસણ (16) કદમ
Worksheet 2
(1) નયન (2) બરફ (3) કવચ (4) નક્ષત્ર (5) ગરમ (6) ગરદન (7) ભણતર (8) શરબત (9) અજગર (10) સરબત (11) કરવત (12) ઉધરસ (13) દફતર (14) જગત (15) હળ (16) યજ્ઞ
Worksheet 3
(1) નયન -> 5 (2) કસરત -> 2 (3) જળચર -> 4 (4) સરહદ -> 7 (5) ખમણ -> 1 (6) કમળ -> 9 (7) કલમ -> (8) મગર -> 3 (9) બટન -> 6
Worksheet 4
(1) કાન (2) ગાય (3) આગ (4) દાદા (5) દાડમ (6) રાજા (7) માળા (8) કાતર (9) ગાજર (10) પાપડ (11) માતા (12) જામફળ (13) ઘાસ (14) ઝાડ (15) કાગળ (16) હાથ
Worksheet 5
(1) કાન -> 4 (2) ઝાડ -> 5 (3) દાડમ -> 6 (4) ગાજર -> 1 (5) હાથી -> 2 (6) જાળ -> 7 (7) ટામેટું -> 8 (8) કાતર -> 3
Worksheet 6
(1) ઈયળ (2) ઇનામ (3) ઇમારત (4) નિશાળ (5) શિયાળ (6) વિમાન (7) રિક્ષા (8) સિપાઈ (9) જિરાફ
Worksheet 7
(1) સિંહ -> 4 (2) પિતા -> 6 (3) શિક્ષક -> 1 (4) ઘડિયાળ -> 8 (5) ટિકિટ -> 2 (6) વિસ -> 7 (7) શિયાળ -> 3 (8) રિક્ષા -> 5
Worksheet 8
(1) ગીધ (2) ટીવી (3) સીટી (4) કીડી (5) કીટલી (6) મીઠાઈ (7) બકરી (8) ગાડી (9) દીવો
Worksheet 9
(1) ગુલાબ (2) સુથાર (3) કુહાડી (4) ઉતરાયણ (5) લાડુ (6) સાબુ (7) આદુ (8) ખજુર (9) લીંબુ
Worksheet 10
(1) ઊન (2) ઉધઈ (3) બૂટ (4) ફૂલ (5) સૂરજ (6) કબૂતર (7) દૂધ (8) તરબૂચ (9) કૂતરું
Worksheet 11
(1) કમળ (2) ઈયળ (3) મગર (4) ગાય (5) દાડમ (6) વિમાન (7) ગીધ (8) કાગળ (9) નયન (10) ગરમ (11) હળ
Gujarati Matra Worksheet PDF Free Download
ગુજરાતી માત્રા વર્કશીટ્સના બધા પેજ પીડીએફ ફોર્મેટમાં Free ઉપલબ્ધ છે જેથી તમે વારંવાર પ્રિન્ટ કરી શકો. માતા-પિતા અને શિક્ષકો ઘરે કે સ્કૂલમાં બાળકોને સરળતાથી પ્રેક્ટિસ કરાવી શકે.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
ગુજરાતીમાં કુલ કેટલી માત્રા છે?
મૂળાક્ષરોમાં ઋ ની ગણતરી ના કરતા કુલ 12 સ્વર છે, જેથી 12 માત્ર હોય છે.
ગુજરાતીમાં માત્રા વર્કશીટ કયા વર્ગના બાળકો માટે યોગ્ય છે?
આ વર્કશીટ્સ KG, Class 1 અને Class 2ના બાળકો માટે યોગ્ય છે જેથી તેઓ માત્રાનો યોગ્ય અભ્યાસ કરી શકે.
ગુજરાતીમાં માત્રા વર્કશીટ થી બાળકોને શું લાભ થાય છે?
ચિત્રો સાથે શબ્દ લખવાથી, મેટિંગ અને ખાલી જગ્યા જેવી એક્ટિવિટીઓથી બાળકોને માત્રા સરળતાથી યાદ રહે છે અને લખાણ સુંદર બને છે.
શું ગુજરાતીમાં માત્રા વર્કશીટ PDF નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે?
હા, તમે PDF ફ્રી ડાઉનલોડ કરીને વારંવાર પ્રિન્ટ કરી શકો છો જેથી પ્રેક્ટિસ ચાલુ રહે.
Summary (સારાંશ)
ગુજરાતી ભાષા સાચી રીતે શીખવા માટે બાળકો માટે માત્રાનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. રંગીન ચિત્રો, મજા ભરેલી એક્ટિવિટીઓ અને ટ્રેસિંગ પેજવાળી ગુજરાતી માત્રા વર્કશીટ (Gujarati Matra Worksheet and Free PDF Bundle) તેમને અક્ષર જોડવાની અને લખવાની સાચી રીત શીખવે છે. Chitra જોઈને શબ્દ લખવો, મેટિંગ અને ખાલી જગ્યા જેવી worksheets KG, Class 1 અને Class 2 માટે ખૂબ ઉપયોગી છે. PDF ફોર્મેટમાં આ વર્કશીટ્સને વારંવાર પ્રિન્ટ કરીને ઘર કે સ્કૂલમાં બાળકોને સરળતાથી પ્રેક્ટિસ કરાવી શકાય છે જેથી માત્રા સરળતાથી યાદ રહે અને લખાણ સુંદર બને.
વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ માટે આવીજ વર્કશીટ માટે, કૃપા કરીને અમારી વેબસાઇટ atozworksheet.com ની મુલાકાત જરૂર થી લેતા રહો. આ સિવાય તત્કાલ અપડેટ માટે Instagram, Facebook, Pinterest, Telegram પર અમને જરૂરથી ફોલો કરો અને અમારી YouTube ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.